સુભાષનગર સોસાયટીમાં બાપા મોરિયા …ના નાદ સાથે ગણપતિ ઉત્સવ ની ભારે ધૂમ ,ઠેર ઠેર સવારી નીકળી,સ્થાપના કરાઈ..

0
21

નાના ભૂલકાઓ દ્રારા વિવિધ ડાન્સ વેશભૂષા વગેરે કરીને ઉપસ્થિત લોકો ને મંત્ર મુગ્ધ કરી દીધા, 150 વધુ બાળકો એ પોતાની કલા રજુ કરી.

વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ પૂજનનો પાવન પર્વ એવા ગણેશ ચતુર્થીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સુભાષનગર ખાતે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાંઆવી દર વર્ષની જેમ સુભાષનગર કા રાજા, આયોજિત ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા ગણપતિ પંડાલ સજાવવામાં આવ્યા છે અને સતત ત્રણ દિવસ સુધી ગણપતિનુ પૂજન, આરતી ઉપરાંત વિવિધ સ્થળે સંસ્કૃતિક કાર્યક્રમ, પ્રસાદ અને રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે,

સુભાષનગર માં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ ની સ્થાપના ખુબ ધૂમ ધામ થી કરવામાં આવી જેમાં ડી જે ના તાલે ગણેશ ભક્તો એ વાજતે ગાજતે દુંદાળા દેવ ની અલગ અલગ છટાઓ માં પ્રતિમાઓ મૂકી પૂજા કરી સ્થાપના કરી ત્યારે ત્રણ દિવસ બાદ વાજતે ગાજતે ગણપતિદાદા નું વિસર્જન કરવા માં આવસે, સુભાષ નગર મિત્ર મંડળ દ્વારા છેલ્લા વીસ વષૅ થી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વખતે બાળકો દ્વારા વિવિધ ડાન્સ ફેશન શો એકપાત્ર અભિનય સિનિયર સિટીઝન માટે પણ પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવ્યું હતું , ભાગ લેનાર તમામ બાળકો ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવા આવ્યા હતા ,શહેર ના અનેક વિસ્તારોમાં દાદા ની અવનવી મોટી મોટી પ્રતિમાઓ ની સ્થાપના થતા ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા રાજીવ શમૉ પકંજભાઈ જૈન જયેશભાઈ ગઠવી શૈલેશભાઈ પૂજારા હાર્દિક ગૌરવભાઈ દવે,સજંય રાઠોડ, રાકેશ ભાઈ રાવલ, નિકીતા શમૉ અનામિકા જૈન નયાનાબેન સોનલપુજારા હેમાંબેન પ્રજાપતિ વગેરે આ પ્રોગ્રામ માં જજ તરીકે રેખાબેન દતા,સમગ્ર કાયૅકમનુ સંચાલન કૈલાસબેન ચિત્રોરોડા,તથા સુભાષનગર મિત્ર મંડળે કાર્યકમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY