માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા કાર્યક્રમ યોજાશે
સુરત, તા.૨૫
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સુરત શાખા દ્વારા ગુજરાત સ્થાપના દિન સંદર્ભે કાલે તા.૨૬ એિલના રોજ સુરત ખાતે સરદાર સ્મૃતિ ભવન વરાછા રોડ પર લાઈફ મોલિંગ એકેડમી તેમજ નિમ્બાર્ક સત્સંગ મંડળ સુરતના સહયોગથી વિરાટ ભાષા સંમેલન તેમજ શિક્ષણ સંસ્કાર અને કેળવણી ધર્મ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતની સુજ્ઞ પ્રજામાં આપણી પોતીકી ગુજરાતી ભાષા માટે અનન્ય પ્રેમ નિષ્ઠા અને શ્રદ્ધા જગાવવાના ભાગરૂપે આ વિરાટ ભાષા સંમેલન અને શિક્ષણ સંસ્કાર અને કેળવણી ધર્મ વિષય અંગેના પ્રેરણાત્મક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ભાષા પ્રેમીઓ અને પ્રબુદ્ધ નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રક ડૉ. સંજય ડુંગરાણી, ડૉ. રાજેશ પટેલ અને અન્યો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સંમેલનમાં જગદ્ગુરૂ નિમ્બાકાચાર્ય શ્રીજી મહારાજ, લીંબડીના લાલદાસ બાપુ આશીવર્ચન આપશે. સુરત મેયર ડૉ. જગદીશ પટેલના અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં પૂર્વ કુલપતિ ચિલ્ડ્રન યુનિવર્સિટી હર્ષદભાઈ શાહ તેમજ મુખ્ય વક્તા ભાગ્યેશ જહા રહેશે. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો તેમજ સામાજિક અને શૈક્ષણિક તથા આરોગ્ય અને વૈદ્યકીય ક્ષેત્રે નામના મેળવનાર આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



