બાથરૂમનાં સ્વિચ બોર્ડમાં પાણી લાગવાથી સગીરાનું વીજ કરંટથી મોત

0
4

સુરત,તા.૨૬
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ગામે રહેતી ૧૫ વર્ષીય સગીરાને વીજ કરંટ લાગતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ગામે હીરા પન્ના સોસાયટી-૨માં રહેતા પુનમબેન સાગીરભાઈ ચૌહાણ (૧૫) નાઓ તા-૨૫ એપ્રિલના રોજ બાથરૂમમાં નાહવા ગયા હતા. તે સમયે બાથરૂમમાં રાખેલ સ્વિચ બોર્ડમાં આકસ્મિક રીતે પાણી લાગવાથી સગીરાને વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે કીમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY