બે બાળકોએ પાણીના બદલે મીલમાં વપરાતી ડાઈ પી જતાં તબિયત લથડી

0
3

સુરત,તા.૨૬
પાંડેસરા વિસ્તારમાં બે બાળકો મીલમાં વપરાતી ડાઈ પી જતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. પાંડેસરાના લક્ષ્મીનગર હાઉસિંગમાં રહેતા અનમોલ બેરેન્દ્ર મિશ્રા ઉ.વ.આ.૫ અને કૃષ્ણા ઉ.વ.આ.૮ના પિતા ઉઝાલા ડાઈંગ મીલમાં મેઈન્ટેન્સ ઓપરેટર છે. મૂળ યુપીના જોનપુરના વતની અમીતાબેન અને બિરેન્દ્ર શર્મા બાળકોને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં હતાં.
બન્ને બાળકો તાપમાં તરસના કારણે પાણીની જગ્યાએ કપડા ધોવાના અને મીલમાં વપરાતી ડાઈ પી જતાં તેમને સિવિલમાં બોળકોના વોર્ડમાં દાખલ કરી વધુ સારવાર આપવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY