માં-બાપે સગીર દીકરીના લગ્ન કરાવ્યાં બાદ પ્રેમી સાથે નાસી ગઈ

0
4

સુરત,તા.૨૬
ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ગત ૧૪મીએ વિચિત્ર ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે ભાગી ગયેલી સગીરા અને તેના પ્રેમીને ઝડપી લઈને અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના માતા પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ બિહારના વતની છે. તેમને સંતાનોમાં ત્રણ દીકરીઓ છે. મોટી દીકરીના લગ્નની સાથે સાથેની નાની દીકરી કોઈ સાથે ભાગી ન જાય તે માટે તેના પણ લગ્ન કરાવી દીધા હતાં. લગ્ન બાદ સગીરા મુંબઈ સાસરે ગઈ હતી.
તેનો પતિ પત્નીને ભણાવવા ઈચ્છતો હોવાથી પિયર સુરતમાં તેને ભણવા બેસાડી હતી. બાદમાં સગીરાની સ્કૂલની આજુબાજુની સોસાયટીમાં કોઈ સાથે નજર મળી જતાં તે ગત ૧૨મી એપ્રીલથી તેની સાથે નાસી ગઈ હતી. બાદમાં પોલીસે બન્નેને કડોદરાથી ઝડપી લીધા હતાં. આજે સગીરાના મેડિકલ ટેસ્ટ માટે સિવિલ લાવ્યાં હાતં. પોલીસે હાલ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. સાથે જ પરિવારે કહ્યું કે ૧૪ વર્ષની ઉંમર છે એટલે મેડિકલ તપાસથી ઉંમરની ખરાઈ પણ કરવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY