એમ.એસ.યુનિ. એસિડ ધમકી કેસઃ સત્તાધીશો દ્વારા ફાઇન્ડિંગ કમિટીની રચના કરાઇ

0
17

પઠાણ ગ્રુપના દરેક સભ્યના પરીક્ષાના પરિણામ પર રોક
વડોદરા,તા.૨૮
એમ.એસ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલી સલોની મિશ્રા પર એસિડ નાંખવાની ધમકી મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી રચવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા પઠાણ ગ્રુપના દરેક સભ્યના પરીક્ષાના પરિણામ અટકાવી દેવામાં આવ્યા છે. સાથે જ જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી પરિણામ પર રોક લગાવવામાં આવી છે.
એમ.એસ. યુનિવર્સિટીની વીપી સલોની મિશ્રા સાથે રેગિંગ મામલે ગઇકાલે આઠ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ આઠ વિદ્યાર્થીઓની અટકાયત કરી તપાસનો દોર શરૂ કરાયો હતો.
એન.એસ.યુ.આઈના પૂર્વ વિદ્યાર્થી ઝુબેર પઠાણે એસિડ નાંખવાની ધમકી આપી હતી. જે બાદ હેડ ઓફિસ ખાતે પોલીસ સુરક્ષા ગોઠવાઇ છે.
એમ.એસ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં સલોની મિશ્રા વી.પી તરીકે ચૂંટાઈ આવી હતી. ઝુબેરે વીપીને એસિડ નાખવાની આપેલી ધમકીને પગલે વિદ્યાર્થીઓમાં રોષ જાવા મળી રહ્યો છે. આઈકાર્ડ વગરના ઝુબેર સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY