ભારે બંદોબસ્ત હેઠળ નારાયણ સાંઈ સહિતના પાંચ દોષિતોને કોર્ટમાં લવાયા : ટૂંક સમયમાં કોર્ટ સજ સંભળાવે તેવી શક્યતા
સુરત, તા.૩૦
આજે સવારે સાડા દસ વાગ્યાના સુમારે નારાયણ સાંઈ સહિત અન્ય આરોપીઅોને ચાંપતા પોલીસ બંદોબસ્ત હેઠળ લાજપોર જેલથી સુરત કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આરોપીઅોને કોર્ટ રૂમમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં દોષિત ઠરેલ આરોપીઓને સજ સંભળાવતા પહેલા આરોપીઅો અને બચાવ પક્ષના વકીલો દ્વારા દલીલો રજૂ કરી હતી. દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટ દોષિત આરોપીઅોને ટૂંક સમયમાં સજાનો આદેશ કરશે.
નારાયણ સાંઇ સહિત પાંચ લોકોને ૨૬મી એપ્રિલના રોજ બળાત્કાર કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ સજા માટે ૩૦મી એપ્રિલ તારીખ જાહેર કરવામાં આવી હતી. સાંઇ સામે જે કલમો લગાવવામાં આવી છે તેના આધારે તેને ૧૦ વર્ષથી આજીવન કેદની સજા મળી શકે છે. નારાયણને દોષિત જાહેર કરાયા બાદ તેની બેરેક બહાર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. હાલ તેનો કેદી નંબર સી-૬ છે. ઉલ્લેખનીય છે કે સજાની જાહેરાત બાદ નારાયણ સાંઇને પાકા કામનો કેદી ગણવામાં આવશે. જે બાદમાં તેને જેલના અન્ય કેદીઓની જેમ કામ આપ આપવામાં આવશે.
કેસ અંગે વિગત આપતા સરકારી વકીલ જણાવ્યું હતું કે, આ કેસમાં સાંઈ ઉપરાંત તેના મદદગાર ગંગા, જમના, હનુમાન અને રાજકુમાર મલ્હોત્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી ૫૩ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષે ૪૩ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં હજારો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ ૩૭૭, ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૨૦બી, અને ૧૧૪ લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ ૧૨૦ પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછામાં ઓછા ૧૦ વર્ષ અને વધુમાં વધુ ઉંમરકેદની સજાની જોગવાઈ છે.
આ કેસમાં કુલ ૧૧ આરોપી સામે કેસ ચાલ્યો હતો. જેમાંથી કોર્ટે પાંચને દોષિત જાહેર કર્યા હતા, તેમજ બાકીના આરોપીઓને નિર્દોષ થોડી દીધા હતા. સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ સામે જ્યારે બળાત્કારની ફરિયાદ આપી હતી ત્યારે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ સમયે રાજકુમાર મલ્હોત્રા ડ્રાઇવર તરીકે સતત તેની સાથે રહ્યો હતો.ગંગા અને જમના નારાયણ સાંઈની મુખ્ય મદદગાર હતી. બંને સામે પણ મુખ્ય આરોપી સાંઈ જેટલો જ ગુનો લાગશે. નારાયણ સાંઈ જે યુવતીને પસંદ કરતો તેનું બ્રેઇનવોશ કરવાનું કામ ગંગા અને જમના કરતી હતી. એટલું જ નારાયણ સાંઈ સામે ફરિયાદ આપનારી પીડિત યુવતી જ્યારે પોતાના ઘરે જવા માંગતી હતી ત્યારે ગંગા અને જમનાએ તેને રૂમમાં પૂરી દીધી હતી, તેમજ માર માર્યો હતો.હનુમાન નારાયણ સાંઈનો મુખ્ય મદદગાર હતો. બનાવના દિવસે હનુમાન પીડિતાને આશ્રમના દરવાજાથી નારાયણ સાંઈની કુટિર સુધી લઈ ગયો હતો. હનુમાન છેક સુધી નારાયણ સાંઈની સાથે હતો. તે સાંઈના મદદગાર તરીકે કામ કરતો હતો.આ કેસમાં નેહા દિવાન અને અજય દિવાનને કોર્ટે છોડી મૂક્યા છે. નારાયણ સાંઈ જે ગાડીમાંથી મળ્યો હતો તે નેહા અને અજય દિવાનના નામે નોંધાયેલી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




