ડુકાટી ઈન્ડિયા દ્વારા ચાર નવા સ્ક્રેમ્બલર મોડલ રજૂ કરાયા

0
11

લક્ઝરી મોટરસાઈકલ બ્રાન્ડ
ભારતના તમામ નવ ડિલરશીપ પર બુકિંગ ચાલુ
સુરત, તા.૩૦

લક્ઝરી મોટરસાઈકલ બ્રાન્ડ, ડુકાટી દ્વારા આજે તદ્દન નવા ડુરાટી સ્ક્રેમ્બલર રેન્જની ભારતમાં રજૂઆત કરવામાં આવી. ભારત માટે એમવાય૧૯ માં આઈકોન, ડેસર્ટ સ્લેડ, ફુલ થ્રોટલ અને કેફે રેસરનો સમાવેશ થાય છે જેની કિંમત ૭.૮૯ લાખ, ૯.૯૩ લાખ ૮.૯૨ લાખ અને ૯.૭૮ લાખ એકંદરે રહેશે (એક્સ-શોરૂમ ઈન્ડિયા). નવીકરણ શ્રેણી વધુ સમકાલીન, વધુ આરામદાયક અને સુરક્ષિત છે, વધુ માં વધુ ‘લેન્ડ ઓફ જોય’ મસ્તીની ખાતરી કરે છે. આ નવીનતમ ‘જોયવોલ્યુશન’ અવતાર મોટરસાઇકલિંગના શુદ્ધ સારને જાળવી રાખે છેઃ બે વ્હીલ્સ, વિશાળ હેન્ડલબાર, એક સરળ શક્તિશાળી એન્જિન અને ઘણો બધો આનંદ.
ડુકાટી સ્ક્રૅમબલેર જોયવોલ્યુશન ચાલુ રહ્યું છે અને લેન્ડ ઓફ જોય ફન સેટિંગ્સને ચાર નવા સંસ્કરણોની રજૂઆત સાથે વધુ સારા બનાવવામાં આવ્યા છે – સ્ક્રેમ્બલર આઈકોન જે પરંપરા અને નવીનતાનો સંપૂર્ણ મિશ્રણ છે, સ્ક્રૅમબલેર ડિઝર્ટ સ્લેડ ૬૦ અને ૭૦ ના દાયકાના ઓફ-રોડ બાઇકોની ભાવનાનું સંપૂર્ણ મિશ્રણ દર્શાવે છે અને તે પણ સ્ક્રેમ્બલર શૈલીની વિશિષ્ટતા સાથે, ફુલ થ્રોટલ જે તેના ફ્‌લેટ ટ્રેક સ્ક્રેમ્બલર ચલાવનાર કેલીફોર્નીયાના રેસર ફ્રેન્કી ગાર્સીયા જેમણે અમેરીકન સુપર હુલીગન ચેમ્પીયનશીપમાં ચલાવી હતી તેનાથી પ્રેરણા લીધી છે અને સ્ક્રેમ્બલર કેફે રેસર જે ૬૦ ના દાયકાના સુપ્રસિદ્ધ બાઇકોને જીવીત કરે છે તેવી મોટરસાઇકલિંગ ક્રાંતિ લાવે તેવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY