ડેલહાઉસી-પઠાણકોટ બસ દુર્ઘટનામાં
સુરત સીપીઆઈના મંત્રી સુગીત પાઠક મૃતકના અંતિમ સંસ્કારમાં હાજર રહ્ના
સુરત, તા.૩૦
હિમાચલ પ્રદેશ ચંબા જિલ્લાના સીપીઆઈના મંત્રી કરમચંદ ઠાકુર બિહારની બેગુસરાય લોકસભાની બેઠક પર ચૂંટણી લડતા સીપીઆઈના ઉમેદવાર તથા જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમારના ચૂંટણી પ્રચારમાં ગયા હતા. ત્યાંથી ખાનગી બસમાં પાછા ફરતા ડેલહાઉસી પઠાણકોટ પાસે બસ ખીણમાં ખાબકતા તેમનું અવસાન થયું હતું. કોમરેડ કરમચંદ ઠાકુર ઉ.વ.૬૧ સુરત જિલ્લા સીપીઆઈના મંત્રી સુગીત પાઠકજીના સસરા હતા. બસ અકસ્માતના આઘાતજનક સમાચાર મળતા તેમના જમાઈ સુગીત, પુત્રી સપના તથા ડૉ. દિપીકાબેન અતુલ પાઠકજી હિમાચલ ચંબા સલુની પહોંચી ગયા હતા. રવિવારે સાંજે ૫.૦૦ કલાકે અંતિમ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
સ્વ. કરમચંદ ઠાકુર તથા ઘરના અન્ય સભ્યો તેમના પૌત્ર અંશની ૧૫મી મેના રોજ પહેલી જન્મ દિનની વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમમાં સુરત આવવાના હતા. તે પહેલાં કરૂણ ઘટના બની છે. જેના કારણે પૌત્રની પહેલી જન્મ દિનની વર્ષગાંઠની ઉજવણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તેવું પૌત્ર અંશના દાદા અતુલભાઈ પાઠકજીએ જણાવ્યું છે.
સીપીઆઈના રાષ્ટ્રીય પરિષદના સભ્ય તથા સુરત લોકસભા સીટના ઉમેદવાર એડવોકેટ વિજય શેણમારેએ બિરાદર કરમચંદ ઠાકુરને આખરીની લાલ સલામી આપી સુરત જિલ્લા પક્ષની કચેરી ખાતે અડધી કાંઠીએ લાલ ઝંડો ઝુકાવ્યો હતો. બિરાદર કરમચંદ ઠાકુર અંતિમ દિવસોમાં સીપીઆઈના બેગુસરાય લોકસભા બેઠકનું ઉમેદવાર કન્હૈયાકુમારની જીત માટે હિમાચલથી બિહાર જઈ ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમનું સ્વપ્ન હતું કે બેગુસરાયથી કન્હૈયાકુમાર જીતીને લોકસભામાં જાય, લોક પ્રશ્નોને ઉઠાવી ઉકેલ લાવી દેશ સેવા કરે. તેમની ઈચ્છા અને સ્વપ્ન પૂર્મ થાય તેજ તેમના માટે ખરી શ્રદ્ધાંજલી રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




