સુરત,તા.૩૦
વર્ષ ૨૦૧૭ના ઉતરાયણના દિવસે સચીન વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ કેસમાં કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી જેલમાં રાખવા સાથે ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
સચીન વિસ્તારમાં રહેતા એક પરીવારની પાંચ વર્ષિય પુત્રી નિર્ભયા(નામ બદલ્યુ છે) ઘર નજીક રમતી હતી. દરમિયાન તેના પિતાનો મિત્ર રાકેશ માસ્તર(૫૫) ત્યા આવ્યો હતો. રાકેશ નિર્ભયાને ચોકલેટ ખવડાવવાના બહાને પોતાની બાઈક પર બેસાડી સાથે લઈ ગયો હતો અને તલંગપુર ગામની નજીક આવેલી ઝાડી ઝાખરીઓમાં લઈ જઈ માસુમ નિર્ભયા સાથે તેણે દુષ્કર્મ આચર્યુ હતુ. દૂષ્કર્મ આચર્યા બાદ માસુમ બાળકીને તેણે મારી નાંખવાની ધમકી આપી હતી અને પરત તેમના ઘર નજીક રોડ પર છોડી નાસી છુટ્યો હતો. રડતી રડતી ઘરે પહોંચેલી નિર્ભયાએ ગુપ્તાંગના ભાગે દુઃખાવાની ફરીયાદ કરતા તેના પિતા તેને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જ્યા તેની સાથે દુષ્કર્મ થયુ હોવાની તબીબને જાણ થતા પોલીસને જાણ કરાઈ હતી. બાળકીની પુછપરછમાં પિતાના મિત્રએ જ કુકર્મ આચર્યુ હોવાનુ બહાર આવતા પોલીસે તેની સામે પોસ્કો સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કોર્ટે ગંભીર ઘટના ગણાવીને આકરી સજા સંભળાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




