સીમાડાના અલ્પેશ ગજેરા આપઘાત કેસમાં પત્નીએ મામા સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

0
325

ઉછીના રૂપિયાના બદલે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો પરંતુ કબજા નહીં મળતા અલ્પેશ ગજેરાએ આત્મહત્યા કરી લીધી હતી
સુરત, તા.૨૬
દૂરના મામા સસરાના ત્રાસથી પતિએ આત્મહત્યા કરી લેતા પત્નીએ મામા સસરા સહિત પાંચ જણાં વિરદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉછીના આપેલા રૂપિયાના બદલા જમીન વેચાણથી આપ્યા બાદ જમીનનો કબજા નહીં આપતાં આરોપીઓના ત્રાસથી ફરિયાદના પતિએ આપઘાત કર્યો હતો.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા સીમાડા ગામ મોમાઈ નગરમાં રહેતા હર્ષાબેન અલ્પેશભાઈ ગજેરાએ આરોપી મનસુખ મધુભાઈ સુહાગિયા (અમરેલી) સંજય મનસુખ સુહાગિયા, મંજુલાબેન મનસુખભાઈ અરવિંદભાઈ ગંગદાસભાઈ, જીતુ રવજી સુહાગિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના દૂરના મામા મનસુખ સુહાગિયાએ ફરિયાદીના પતિ અલ્પેશભાઈ પાસેથી ઉછીના રૂ. ૩૫ લાખ આપ્યા હતા. જે અંગે આરોપીએ પોતાની દુધાળા (ગીર)ની ખેતીની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. વેચાણ દસ્તાવેજ બાદ જમીનનો કબજા નહીં આપી આરોપી જીતુભાઈએ પણ હાથ ઊછીના લીધેલા રૂપિયા સાત લાખ નહીં આપી આરોપીઓએ જમીન કે પૈસા મળશે નહીં, જમીનમાં પગ મૂકશે તો હાથપગ તોડી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓના ત્રાસ અને ધમકીઓથી મજબૂર થઇ ફરિયાદીના પીતએ અનાજમાં નાખવાની ગોળી પી જઈ આત્મહત્યા કરી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY