સુરત, તા.૨૬
સમગ્ર દક્ષિણ ગુજરાતના પટેલ સમાજના પ્રતિભાશાલી યુવાન ક્રિકેટર્સ માટે આકર્ષણરૂપ પુરવાર થનારી અને યોર હોલી ડે કેમ્પસના સહકારથી યોજાયેલી સફેદ બોલવાળી ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ સ્પર્ધામાં શ્રીજી ટ્રાવેલ્સની ટીમે ચેમ્પિયન બનવાની અનેરી સિદ્ધિ મેળવી હતી.
સુરત નજીકના કઠોર ઈસ્લામ જીમખાનાના મેદાન પર યોજાયેલી આ સ્પર્ધાની ફાઈનલમાં ક્રિકેટ ચાહકોની ભરચક હાજરી વચ્ચે એચ.એસ. ગ્રુપને સાત વિકેટોથી હરાવી શ્રીજી ટ્રાવેલ્સ ટીમ ચેમ્પિયન બની હતી. એમ આયોજક મંડળના વડા જેનિષ પટેલ જણાવે છે.
ટૂંકો સ્કોર : એસ.એસ. ગ્રુપ ૨૦અોવર્સમાં નવ વિકેટે ૧૩૨, (ઝીલ પટેલ-૩૯, મિહીર પટેલ-૩૨, વત્સલ-૨૬, કિશન ૨૬માં ૪ અને નિરવ ૧૮માં બે વિકેટો, હાર્યા સાત વિકેટે વિરૂદ્ધ શ્રીજી ટ્રાવેલ્સ ૧૩ ઓવર્સમાં ત્રણ વિકેટે ૧૩૬, જેનીસ પ્રકાશભાઈ પટેલ ૩૩ બોલમાં ૭૯, ૧૧/૪, ૪/૬, મિતેષ ૩૬, ફાઈનલમાં મેન ઓફ ધ મેચ જેનીસ પટેલ, સ્પર્ધાનો શ્રેષ્ઠતમ ખેલાડી અભય પટેલ એક સદી સાથે ૩૨૩ રન, ૩૭ ચોગગા અને ૧૭ છગ્ગા તેમજ સાત વિકેટો. સ્પર્ધાનો તથા ફાઈનલનો શ્રેષ્ઠ બોલર કિશન પટેલ કુલ ૨૧ વિકેટો. સ્પર્ધાનો શ્રેષ્ઠ બેટ્સમેન અભય પટેલ ૩૨૩ રન, સ્પર્ધામાં સ્કોરર તરીકે ઈલ્યાસ શેખે તેમજ અમ્પાયર તરીકે સુરત જિલ્લા ક્રિકેટ એસો.ના અમ્પાયર્સે કામગીરી બજાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



