અમદાવાદના મુસાફરના રોકડા રૂ.૧૦,૮૦૦૦ની ચોરી
બીલીમોરા, તા.૩
બીલીમોરામાં હીમાલીયા ગેસ્ટ હાઉસમાં રહેતાં અમદાવાદના યુવાનના લોકરમાંથી કોઈ ચોર ઈસમ રોકડા ૧૦૮૦૦૦ તથા પેન્ટ મળી કુલ ૧,૦૮,૮૦૦ રૂપિયાની ચોરી કરી જતા ચકચાર મચી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદ નાકોડા એપાર્ટમેન્ટ કિર્તી સોસાયટીની બાજુમાં રહેતો મીશલકુમાર શંકરલાલ શાહ ઉ.વ.૩૭ હાલ બીલીમોરા ખાતે હિમાલીયા ગેસ્ટ હાઉસ ખાતે રહેતો હતો. ગઈકાલે બપોરે ૩.૦૦ વાગ્યે કોઈ અજાણ્યા ચોર ઈસમે મીશલકુમારના ગેસ્ટ હાઉસમાં આવેલા લોકર ખોલી તેમાં મુકેલા સેમ્પલના બે પેન્ટ કિંમત રૂ.૮૦૦ તથા અંદાજે રોકડા ૧,૦૮૦૦૦ મળી કુલ ૧,૦૮,૮૦૦ની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. મીશલકુમાર પોતાના રૂમમાં લોકર ખુલ્લુ જાઈ ચોરી થયાનું જણાતાં બીલીમોરા પોલીસમાં આ અંગે ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોîધી આગળની તપાસ પીએસઆઈ જી.એસ. પટેલ કરી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




