સુરત મહાનગરપાલિકા દ્વારા ગોપી કલા ઉત્સવનો આરંભ

0
333

તા.૩૧’મી સુધી વિવિધ કાર્યક્રમોની રજૂઆત થશે
સુરત, તા.૨૭
સુરત મહાનગરપાલિકા દ્વારા ગોપી કલા ઉત્સવ ૨૦૧૮ અંતર્ગત કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તા.૨૬-૧૨-૨૦૧૮ થી તા.૩૧-૧૨-૨૦૧૮ દરમિયાન દરરોજ સાંજે ૭.૩૦ થી ૧૦.૦૦ કલાક સુધી નવપલ્લવિત ગોપી તળાવ, કોટસફીલ રોડ સુરત ખાતે કરવામાં આવેલ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૫માં ગોપી તળાવના ઐતિહાસિક વારસા જાળવણી તથા શહેરીજનોને શહેરના મનોરંજન માટે શહેરની મધ્યમાં ગોપીતળાવને નવપલ્લવિત કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશની સંસ્કૃતિના જતન અને સંવર્ધન સાથે ભાવિ પેઢીને ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા તા.૨૬ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમ્યાન ગોપી તળાવ ખાતે યોજાનાર ગોપી કલા ઉત્સવ ૨૦૧૯ને શુભારંભ તા.૨૬-૧૨-૨૦૧૮ના રોજ સાંજે ૭.૦૦ કલાકે ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ અને મેયર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેવા માન.ડે.મેયર નિરવ શાહ, સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલભાઈ ગોપલાણી, શાસક પક્ષના નેતા ગિરીજાશંકર મિશ્રા, સમાજ કલયાણ આનંદ પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા રશ્મિકાબેન પટેલ, વિવિધ સમિતિના અધ્યક્ષો અને મ્યુ. સદસ્યોએ દિપ પ્રાગટ્ય કરી કરાવ્યો હતો.
સુરતïના ઐતિહાસિક નજરાણા સમા ગોપી તળાવ ખાતે તા.૨૬ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમ્યાન સળંગ છ દિવસ ચાલનારા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા.૨૬-૧૨-૨૦૧૮ના રોજ દિપ પ્રાગટ્ય બાદ પ્રથમ ગણેશ વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શહેરની તાલગૃપ સંસ્થા અને શાળાના બાળકોએ રજૂ કરેલ કૃતિઓને માણી સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઅો, મ્યુ. સભ્યો સહિત શહેરીજનો ખુશ ખુશાલ થઈ ગયા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY