સરકાર ગ્રામપંચાયતની મંજૂરી વગર કોઈ વિકાસના કામો નહિ કરી શકે કેવડિયા ગ્રામજનોએ બોલાવેલી ગ્રામસભાના ઠરાવો : સરકારી જાહેર સભામાં નોંધાયા
વહીવટી તંત્ર દ્વારા 24 મી એ ગ્રામસભા રાખી હતી વિરોધના પગલે તારીખ બદલી 27 ડિસેમ્બરના યોજાઈ
રાજપીપળા : કેવડિયા ગામને ખસેડી વિવિધ રાજ્યોના ભવનો બનાવવાની સરકારની હિલચાલને પગલે કેવડિયા ગામે પ્રાથમિક શાળા પાસે ગત 2 ડિસેમ્બરના મોટી ગ્રામ સભા યોજી સરકારની આદિવાસી વિરોધી નીતી સામે વિરોધ નોંધાવતા ઠરાવો કરવામાં આવ્યા હતા.આ ગ્રામસભા માત્ર કેવડિયા ગામની હતી જેમાં કોઈ સરકારી અધિકારી કે તલાટી, સરપંચ હાજર ન હતા પરંતુ કેવડિયા ગામના તમામ લોકો હાજર રહ્યા હતા અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને જે વિવિધ રાજ્યોmના ભવનો બનવાના છે જે કેવડિયા ગામને હટાવીને બનાવવાના હોય માટે આખું ગામ ખસેડી સંપાદન કરવાની સરકારમાં હિલચાલ ચાલી રહી છે જે મનસૂબાની ગ્રામજનોને ખબર પડતા આખું ગામ ભેગું થયું હતું. જેમાં ગ્રામસભા બોલાવી આ ભવનોનો વિરોધ કર્યો હતો. અને આ ઠરાવની નકલ જિલ્લા કલેક્ટર અને નર્મદા નિગમને પણ આપવામાં આવી હતી પરંતુ તે માન્ય નહિ રાખતા સરકારી જાહેર ગ્રામ સભા 24ના રોજ રાખવામાં આવી હતી પરંતુ જેમાં ઘર્ષણ થશે ની બીકે તંત્ર દ્વારા તેની તારીખ બદલીને 27 ડિસેમ્બર રાખી હતી. જેમાં કેવડિયા, કોઠી અને ગભાણા ત્રણ ગામની સહિયારી ગ્રામ સભા યોજવામાં આવી
આ ગ્રામસભામાં પ્રથમ રાજપીપલાથી એરપોર્ટ ખસેડી આમદલા ખાતે લાવવામાં આવે તેનો વિરોધ કરવામાં આવ્યો, સાથે ગ્રામપંચાયતની મંજૂરી વગર એક પણ વિકાસના કામો કરવા નહિ અને કોઈ પણ જમીન હવે સંપાદન નહિ થાય સાથે આદિવાસીઓને 100 ટકા રોજગારી આપો, તમામ સ્થાનિક આદિવાસી માટે સ્ટેચ્યુ ફ્રી માં જોવા દેવું, અને જેને ભારત એક કર્યું એવા વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સ્થાને વિવિધ રાજ્યોના ભવન કેમ ? માત્ર એક આદિવાસી ભવન બને અને જેમાં પણ શ્રેષ્ઠ ભારત ભવનનું નામ આદિવાસી ભવન રાખવામાં આવે એવી માંગ કરી હતી. હવે જોવું રહ્યું કે જે ગ્રામજનો એ વિવિધ ઠરાવો સરકારી ચોપડે નોંધાવ્યા છે ત્યારે તેના પર અમલ થશે કે કેમ કે પછી આ માંગણીઓ ત્યાંની ત્યાંજ રહેશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




