સુરત,તા.૪
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કન્યાસી ગામે ખાડી ફળિયામાં ભાઈએ જ ભાઈને લાકડાના ફટકા મારીને હત્યા કરી નાખી છે. ખાડી ફળિયામાં રહેતા એક જ ઘરના બે આદિવાસી સગા ભાઇઓ પૈસાની લેતી દેતીમાં બાખડ્યા હતા. રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે, બંને ભાઈઓ એકબીજાના લોહીના પ્યાસા બની ગયા હતા. પૈસાની લેવડદેવડમાં એક ભાઈએ બીજા ભાઇને લાકડા વડે ફટકા મારીને ભાઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ ઘટનાને પગલે કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિમ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો.
અગાઉ પણ સુરતમાં આવો એક કેસ સામે આવ્યો હતો, જેની વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં પારડી ઝાંખરી ગામે ખાવાનું ન બચવાની સામાન્ય વાતે મોટાપુત્રએ ઘરમાં માતા સાથે બોલાચાલી કરીને ઝગડો કરતા તેને સમજાવવા ગયેલા નાનાભાઈ એકદમ ઉશ્કેરાય ગયો હતો અને મોટાભાઈ પર કુહાડીથી ઉપરા છાપરી બે ઘા કરીને ગંભીર ઇજા પહોંચાડતા સારવાર પહેલા જ તેનું મોત નીપજયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



