સુરત,તા.૧૮
અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણનાં કિસ્સાઓ વધી રહ્યાં છે. એક નજરે દેખાતો સભ્ય સમાજ આવા પણ કામ કરે ત્યારે શું કરવું શું ન કરવું વચ્ચે આપણે ફસાઇ જતા હોઇએ છીએ. આવો જ એક ધ્રુણાસ્પદ કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં ૩ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેના ત્રણ કલાક બાદ બાળકી ગોવિંદ નગર પાસેના રેલને ટ્રેકની બાજુમાંથી મળી આવી હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના ઉધના વિસ્તારમાંથી ૩ વર્ષની બાળકી પિતા સાથે જઇ રહી હતી. ત્યારે પિતાની નજર થોડા જ સમય માટે તેના પરથી હઠી તેટલામાં તો અજાણ્યા વ્યક્તિઓએ બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. અનેક જગ્યાએ શોધ્યા પછી પણ બાળકી ન મળી એટલે આ મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી.
ત્રણ કલાકની તપાસ પછી બાળકી લિબાયાત ગોવિંદનગર પાસેના રેલવે ટ્રેકની બાજુમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી.
બાળકીના ગળા પર ઇજાના નિશાન પણ જાવા મળ્યાં હતાં. જે પછી તેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ બાળકી સાથે દુષ્કર્મ કરવા માટે અપહરણ કરાયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેના કારણે બાળકીને હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે.
પોલીસે આ મામલામાં બળાત્કાર અને પોસ્કો હેઠળનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે હાલ અપહરણ કરનાર અજાણ્યા વ્યક્તિઓની તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




