મોટર ઈન્ડિયા દ્વારા ગુજરાતમાંથી હેક્ટરનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ

0
6

હાલોલ પ્લાનટમાંથી હેક્ટરની પ્રથમ આવૃત્તિ બહાર પડી
સુરત, તા.૭

મોરી ગેરેજીસ એ ગુજરાત હાલોલમાંથી તેના સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલીટી મોટર ઈન્ડીયા ખાતેથી આજે હેકટરની પ્રથમ આવૃતિ બહાર પાડિ છે. જુદા જુદા રોડ ઉપર એક લાખ કિલોમીટર અને ભારતભરમાં વાતાવરણની પરીસ્થિતિના પરીક્ષણ કર્યા પછી ભારતમાં MGની પ્રથમ કાર વાણિજયિક ઉત્પાદનમાં આગળ ગઈ છે. ઘણા બધા લોકલાઈઝેશન સાથે, ૩૦૦+ થી વધારે ભારતિય ચોક્કસ ફેરફારો MG હેકટરમાં કરવામાં આવ્યા છે કે જેથી ગ્રાહકની અગ્રીમતા અને રોડની પરીસ્થિતિને બંધ બેસે.
તેના ૫૦ શહેરોમાં ફેલાયેલા ૬૫ શો રૂમના નેટવર્કમાં MG મોટર ઇન્ડિયા જીંફ હેકટરનુ આવનારા થોડા જ સપ્તાહોમાં શીપમેન્ટસ શરૂ કરશે. હેકટર જીંફ તેની વૈશ્ર્‌વિક ચર્ચા ૧૫ મી મે ના રોજ કરશે અને જૂન મહિનામાં તેના પ્રી-ઓર્ડર શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે મેનેજિંગ ડાયરેક્ટર તથા પ્રેસીડેન્ટ રાજીવ છાબાએ જણાવ્યું હતું કે, અમને ભારતમાં બનેલ પ્રથમ ઉત્પાદનને બહાર પાડતા ગર્વ થાય છે કે જે ફિચર રીચ MG હેકટર ઇન્ટરનેટ કાર છે, અમારા સંપૂર્ણ નવા ગુજરાતના એસેમ્બલી લાઈનમાં. સૌથી શ્રેષ્ઠ ગુણવતાના વૈશ્ર્‌વિક ઉત્પાદનના ધોરણો સ્વીકારીને, હેકટરને એવી રીતે બનાવવામાં આવી છે કે જેથી તે ભારતિય ગ્રાહકને અને તેની રોડની સ્થિતિ સાથે બંધ બેસે. MG હેકટર એ જીંફ માં એક નવો જ બેન્ચમાર્ક સ્થાપ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY