સુરત જિલ્લા ક્રાઈમ બ્રાંચ પોલીસે બાળકી પર બળાત્કાર ગુજારનાર ૧૯ વર્ષિય યુવકને એનકેન પ્રકારે શોધી કાઢ્યો
સુરત, તા.૨૦
વરેલી ગામમાં સોમવારની સાં આઠેક વાગ્યાના સુમારે ૭ વર્ષિય માસુમ બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ જઈ હરીપુરા રોડ પર ખુલ્લી જગ્યામાં માસુમ સાથે બળાત્કાર ગુજારનાર યુવાનની જિલ્લા એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાંજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ વરેલી ગામમાં પ્રરપ્રાંતીય વિસ્તારમાં રહેતા મુળ ઉત્તર પ્રદેશના પરિવારની ૭ વર્ષની માસુમ બાળકી સોમવારે સાંજે આઠ વાગ્યાના સુમારે એપાર્ટમેન્ટ પાસે રમી રહી હતી. ડાઈંગ મિલમાં કામ કરનાર વ્યક્તિ દસેક દિવસ અગાઉ જ આ બિલ્ડીંગમાં રહેવા માટે આવ્યો હતો. પોતાની એકની એક દિકરી રમતા રમતા અચાનક ગુમ થઈ હતી તેની શોધખોળ કરતા થોડા સમય બાદ બાળકી અચાનક ઘરમાં આવી ચુપચાપ બેસી રહી હતી. માતાને જણાવ્યું કે તેના ગુપ્ત ભાગે લોહી નીકળે છે. અને દુખાવો થાય છે. પરિવારના સભ્યો દ્વારા આ અંગે પોલીસને જાણ કરતા બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બળાત્કારના ચકચારીત બનાવમાં સ્થાનિક કડોદરા પોલીસની સાથે જિલ્લા એલસીબી પણ જોડાઈ હતી. એલસીબીએ આ બનાવમાં આરોપી વિકાસ રાજવંશી (ઉ.વ.૧૯, મૂળ રહે. બિહાર, હાલ રહે.પિડીતાની બાજુની બિલ્ડીંગમાં) ડાઈંગ મિલમાં કારીગર તરીકે કામ કરનાર વિકાસ માસુમને ચોકલેટ આપવાના બહાને લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
આ બનાવ અંગે સાંજે ૪ વાગે જિલ્લા એલસીબી પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપશે. સ્મીમેરમાં સારવાર લઈ રહેલી માસુમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



