નવું નામ પીએન્ડજી ગ્રુપના ભાગ તરીકે લીસ્ટેડ એન્ટીટીની ઓળખ દર્શાવે છે
સુરત, તા.૮
Merck KGaA, Darmstadtના કન્ઝ્યુમર હેલ્થ બીઝનેશ અને પી એન્ડ જીના ગ્લોબલ એક્વિઝિશનને પગલે, કંપનીને મર્કે લિમિટેડથી પ્રોક્ટર અને ગેમ્બલ હેલ્થ લિમિટેડ ના નામે તા. ૬ મે, ૨૦૧૯ થી નામ બદલવાની મંજુરી કંપની રજિસ્ટ્રાર, મુંબઈ, મહારાષ્ટ્ર પાસેથી મંજૂરી મળી છે.
નામ બદલી પર વાત કરતાં, મીલીન્દ થત્તે, મેનેજીંગ ડિરેક્ટર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ લીમીટેડ જણાવે છે કે, આજે ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર હેલ્થ કંપનીઓમાંની એક પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ લિમિટેડ (અગાઉ મર્ક લિમિટેડ) માટે આકર્ષક નવા યુગની શરૂઆત છે. અમારું નવું નામ પી એન્ડ જી ગ્રુપના ભાગ રૂપે અમારી નવી ઓળખને પ્રતિબિંબિત કરે છે અને મજબૂત ગ્રાહક આરોગ્ય ક્ષમતાઓ અને સંસ્કૃતિઓના એક સાથે રાખીને આગળ વધવાનું સૂચવે છે. સાથે મળીને, અમે અમારી સંયુક્ત કુશળતાને બ્રાંડ્સ અને કેટેગરીઓ વિકસાવવા માટે કામ કરી રહ્યાં છીએ જે આજની જરૂરીયાત અને આવતીકાલની તકને પુરી કરી શકે”
ભારતમાં લિસ્ટેડ એન્ટિટીનું નામ બદલવાનો નિર્ણય પી એન્ડ જીનું wt Merck KGaA, Darmstadt, Germanyના કન્ઝ્યુમર હેલ્થ બીઝનેશના વૈશ્વિક સંપાદનના સફળ સમાપનને આભારી છે. કન્ઝ્યુમર હેલ્થ બિઝનેસને ડિસેમ્બર ૧, ૨૦૧૮ ના રોજ પી એન્ડ જી પર સ્થળાંતરિત કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



