યુવકોએ મદદનીશ રોજગાર કચેરીનો સંપર્ક કરવો
સુરત, તા.૯
રાજય સરકારના મદદનીશ નિયામક(રોજગાર) કચેરી સુરત દ્વારા દર વર્ષની જેમ રોજગાર વાચ્છુંક યુવાનો માટે એક માસની ‘‘સ્વામી વિવેકાનંદ પૂર્વ આર્મી ભરતી સંરક્ષણ તાલીમ’’ સુરત ખાતે અને બી.એસ.એ. પુર્વ પ્રશિક્ષણ તાલીમ દાંતીવાડા/ગાંધીનગર ખાતે વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે. પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનોને નિયમોનુસાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તાલીમ માટે ૧૭.૫ થી ૨૩ વર્ષની ઉમર ધરાવતા સુરત જિલ્લાના યુવાનો મદદનીશ નિયામક રોજગાર કચેરી, સી-બ્લોક, આઈ.ટી.આઈ. કેમ્પસ, મજુરાગેટ ખાતેથી કચેરી સમય દરમિયાન વિનામૂલ્યે ફોર્મ મેળવી જરૂરી વિગતો અને ડોકયુમેન્ટ સાથે તા.૨૦/૫/૨૦૧૯ સુધીમાં જમા કરી શકશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર) અધિકારીની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



