૧૮ વર્ષથી ડેન્ટિસ્ટની પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

0
36

વડોદરા,તા.૯
વડોદરા શહેરના ઘડિયાળી પોળમાં વિસ્તારમાં જમખાનાની પોળમાંથી બોગસ દાંતના ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કરનાર ભેજાબાજ છેલ્લા ૧૮ વર્ષથી ડેન્ટિસ્ટ તરીકેની પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. જે.વી. રાઠોડે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ઘડિયાળી પોળ વિસ્તારમાં જમખાનાની પોળમાં કોઠારી ચેમ્બરના દાદરની નીચેના ભાગે ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા બોગસ ડો. હિતેષ નટુભાઇ પટેલની (રહે. ડી-૨૭, ગોકુલનાથજી નગર સોસાયટી, હરણી રોડ, વડોદરા) ધરપકડ કરવામાં આવી. હિતેષ પટેલે માત્ર બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. પરંતુ છેલ્લા ૧૮ વર્ષથી દાંતના ચોકઠા બનાવવા સાથે દાંતની સારવાર પણ કરતો હતો. તેના ક્લીનીકમાંથી પોલીસે બોગસ ડોક્ટરના સર્ટીફિકેટો, ડોક્ટરના નામે બનાવેલા રબર સ્ટેમ્પ કબજે કર્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY