સુરત,તા.૯
સુરત એરપોર્ટની જમીન પરથી પસાર થઈ રહેલ ઓએનજીસીની ગેસ પાઇપલાઈન વર્ષ ૧૯૮૫માં ઉપયોગમાં લેવામાં આવી હતી અને ૧૯૮૫માં આ પાઇપલાઈન ૨૫ વર્ષ ઉપયોગ માટે નક્કી કરીને ડિઝાઇન કરવામાં આવેલ હતી. એટલે કે વર્ષ ૨૦૧૦માં આ ૩૬” વાળી પાઇપલાઇન હાલમાં જે નડતરરૂપ છે. તેની લાઈફ ખતમ થઇ ગઈ છે.
છતાં પણ છેલ્લા ૮ વર્ષથી ઓએનજીસી આ પાઇપલાઈન દ્વારા ૫ રાજ્યો માટે ગેસનું વિતરણ કરે છે. ૩૬”ની આ પાઇપ લાઇનની લાઈફ ખતમ થઇ ગઈ હોવા છતાં ૮ વર્ષ પછી પણ ઓએનજીસી દ્વારા નવી પાઇપલાઈન નાખવા માટેની કોઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.
શહેરનાં હિત માટે લાખો લોકોની સુરક્ષાને ધ્યાને લઈને ઓએનજીસીને એમની એસબીએચજી પાઇપલાઈન સુરત એરપોર્ટમાંથી હવે હટાવી લેવી જાઈએ. સવાલ એ છે કે પાઇપ લાઈન હટાવવા માટે ગ્લોબલ ટેન્ડર મગાવવાનું હોય છે અને આ ડોક્યુમેન્ટ્સ ગુપ્ત નહીં હોઈ શકે. એટલે આ વાતથી સ્પષ્ટ છે કે ઓએનજીસી તરફથી હજુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. નવસારી અને સુરત સાંસદ દ્વારા પત્રકાર પરિષદમાં જે વાત કરવામાં આવી હતી કે ટેન્ડર બહાર પડી ગયું છે. જેથી ખરેખર સાચી વાત કરી હતી કે પછી ખોટી વાત કરી હતી. તે મોટો પ્રશ્નાર્થ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



