દિવાળી વેકેશન બાદ હીરાના ૨૦ ટકા કારખાના બંધ, ડાયમંડ વર્કરોનું ૧૫મીથી આંદોલન

0
9

સુરત,તા.૯
હીરા ઉદ્યોગમાં ફરી વેકેશન પાડવા તૈયારીઓ આદરાતા રત્નકલાકારો ફફડી ઊઠયા છે. કોઈપણ સંજાગોમાં વેકેશન નહિ પાડવા અને જા એમ થશે તો ૧૫મીથી આંદોલન કરવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું. ડાયમંડ યુનિયનના પ્રમુખ રમણભાઈ જીલરિયાના જણાવ્યા અનુસાર દિવાળીના વેકેશન પછી અંદાજે ૨૫થી ૩૦ ટકા કારખાના તો ખૂલ્યા જ નથી. જે કારખાના ખુલ્યા તેમના કારીગરોના પણ ૨૦થી ૩૦ ટકા પગાર મંદીનો ભય બતાવી ઘટાડી નાખવામાં આવ્યા છે.
કારીગરોનું માનસિક શોષણ કરી મફતમાં હીરા બનાવવાની એક રીત અજમાવવામાં આવી રહી છે. આવા સમયે હીરાના કારખાનાના માલિકો વધુ એક વેકેશન જાહેર કરવામાં આવે તો કારીગરો આર્થિક રીતે પડી ભાંગશે. દરમિયાન કોઈને આપઘાત કરવાનો સમય પણ આવશે તો જવાબદાર કોણ ઠરશે? દરમિયાન આપઘાત કરનાર રત્નકલાકારોના બાળકોના શિક્ષણ અને જીવનનિર્વાહની જવાબદારી કોણ ઉઠાવશે? તેવા સવાલો રત્નકલાકાર યુનિયને ઉઠાવી કોઈ સંજાગોમાં વધારાનું હીરા ઉદ્યોગનું વેકેશન નહિ પાડવા માગણી મૂકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY