ન્યુ દિલ્હી,તા.૨૧
લોકસભાની ચૂંટણી માથા પર છે ત્યારે મોદી સરકારે સર્જીકલ સ્ટ્રાઈકની બીજી વર્ષગાંઠ દેશભરમાં ધામધૂમથી ઉજવવાનુ નક્કી કર્યુ છે.જેના ભાગરુપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓને ૨૯ સપ્ટેમ્બરે સર્જિકલ સ્ટ્રાઈકની ઉજવણી કરવાનો આદેશ આપ્યો છે.
જેના ભાગરુપે યુનિવર્સિટીઓમાં પૂર્વ સૈનિકોના વક્તવ્ય, પ્રદર્શનો, સેનાને સમર્થન આપવા ગ્રિટીંગ કાર્ડ મોકલવાની ઈવેન્ટ જેવા આયોજન કરવાના સૂચનો પણ યુજીસી દ્વારા અપાયા ચે.
તમામ વાઈસ ચાન્સેલર્સને યુજીસી દ્વારા આ માટે પત્ર મોકલવામાં આવ્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે આ દિવસે વિશેષ પરેડનુ આયોજન કરવુ જાઈએ અને એ પછી વિદ્યાર્થીઓને સરહદની રક્ષા કેવી રીતે કરવામાં આવે છે તેની જાણકારી એનસીસી કમાન્ડ દ્વારા આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ઈંડિયા ગેટ પર ૨૯ સપ્ટેમ્બરે એક પ્રદર્શન પણ આયોજીત થવાનુ છે.જેમાં સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો પણ લોકોને જાવા મળશે.
૨૦૧૬,૨૯ સપ્ટેમ્બરે ભારતીય સેનાની સ્પેશ્યલ ફોર્સે પાકિસ્તાનની સરહદમાં ઘુસીને આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




