કાકાએ માસૂમ ભત્રીજાને નિર્દયતાથી ફટકારતા માથામાં ગંભીર ઈજા થઇ

0
9

સુરત,તા.૧૦
મજુરાગેટ ઓવર બ્રિજ નીચે કાકાએ માસૂમ સગા ભત્રીજાને જાહેરમાં ફટકારી માથું ફોડી નાખ્યું હતું. માતાને મારી નાખવાની વાત કરતા કાકાને માસૂમ ભત્રીજાએ મા કો હાથ લગા કે દેખો કહેતા દારૂડિયા કાકાએ માસૂમને ફટકારી રોડ ઉપર ફેંકી દીધો હોવાનું નાના ભાઈએ જણાવ્યું છે. જોકે, ગંભીર રીતે ઘવાયેલા માસૂમ બાળકને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. ત્યારબાદ ભત્રીજા પડી ગયો હોવાનું જણાવતા કાકાની પોલ ખુલી જતા કાકા ભાગી ગયો હતો. ઘટનાની જાણ બાદ માસૂમ બાળકનું પરિવાર તાત્કાલિક સિવિલ દોડી આવ્યું હતું.
આકાશ રાજકુમાર સિંહ (ઉ.વ. ૭ રહે. અંબાનગર, ભટાર) એ જણાવ્યું હતું કે તે ધોરણ ૨ માં અભ્યાસ કરે છે. આજે સવારે દારૂના નશામાં કાકા મંગલ સિંહ મમ્મીને મારી નાખવાની વાત કરતા હતા. તેરી મા કો માર દુગા એમ કહીં ગંદી ગાળો આપતા હતા.જે બાબતે મેરી મા કો ક્યું માર ડાલોંગે એમ કહીં હાથ લગા કે દેખો કહેતા કાકા તેની ઉપર તૂટી પડ્યા હતા. ઢીક મુક્કીથી માર મારી રોડ ઉપર ફેંકી દેતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેને લઈ ડરી ગયેલા કાકા જ સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. અને ડોક્ટરોને અલગથી માહિતી આપી હતી. જાકે, મેં ડોક્ટરોને કાકાની નિર્દયતા બાબતે જણાવતા કાકા ભાગી ગયો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY