મીડિયાકર્મી પર હુમલો કરનાર પોલીસને સસ્પેન્ડ કરવા માંગ

0
25

સુરત મીડિયા વેલ્ફેર એસો.એ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
સુરત, તા.૧૩
જૂનાગઢ ખાતે રાધારમણ ટેમ્પલ કમિટીની ચૂંટણીનું રિપોટિંગ કરનારા અખબાર નવેશો ઉપર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં સુરત મીડિયા વેલ્ફેર એસોસિએશને મુખ્યમંત્રી વિજય રપાણીને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જૂનાગઢ ખાતે રાધારમણ ટેમ્પલ કમિટીની ચૂંટણી અને મતદાનનું કવરેજ કરી રહેલા ન્યુઝ ચેનલના વીડિયો જર્નાલિસ્ટ અને રિર્પોટર ઉપર કોઈ કારણ વગર નિર્લજ્જ હુમલો પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. મંદિરના પરિસરમાં બંદોબસ્તમાં હતા તે પોલીસ કર્મીઅો પૈકી કેટલાક પોલીસ કર્મીઓએ સાંજના સમયે વીડિયો જર્નાલિસ્ટ અને રિર્પોટર ઉપર જાણે કોઈ તોફાની તત્ત્વો હોય, હુલ્લડખોર હોય તેવી રીતે ડંડા લઈને તૂટી પડ્યા હતા. આપની સંવેદનશીલ સરકાર અને વહીવટ ઉપર કેટલાક નપાવટ મનોવૃત્તિ ધરાવતા તત્ત્વો બદનામ કરી રહ્ના છે, જે પૈકી જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર પરિસરમાં વીડિયો જર્નાલિસ્ટ અને રિપોર્ટર ઉપર હુમલો કરનાર પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. સાથે સાથે વીડિયો જર્નાલિસ્ટ અને રિપોર્ટર ઉપર લાઠીચાર્જ કરવાનો હુકમ કોણે આપ્યો હતો ? તેમની સામે પણ ગુનો નોંધવા આપ આદેશ આપો એવી અમારી લાગણી અને માંગણી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY