ધો.- ૧૦ની પરીક્ષા આપી હવે યુવતી સંયમનો માર્ગ અપનાવશે

0
11

સુરત,તા.૧૩
મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા કૈલાનગરમાં અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતી ૧૬ વર્ષિય યુવતી ક્રિમા પ્રિતેશભાઈ શાહ આગામી ૧૯ મેના રોજ દીક્ષા લેવા જઈ રહી છે. અત્રે ઉલ્લખનિય છે કે, ગુજરાત બોર્ડની માર્ચમાં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી. અને હવે સંયમના માર્ગે પ્રયાણ કરવા જઈ રહી છે.
૧૬ વર્ષિય યુવતી ક્રિમા પ્રિતેશભાઈ શાહ આચાર્ય જીમ ચંદ્ર સાગર શ્રી સ્વસી શ્રિત સાહેબ તથા પુણેશચંદ્ર સાગર આચાર્ય ના માર્ગ દર્શન હેઠળ આગામી ૧૯મી એ દીક્ષા લેશે. ક્રિમાએ જણાવ્યું હતું કે, મોટી બહેન ૪ વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી. જેમાંથી પ્રેરણા લઈને દીક્ષાનો વિચાર આવ્યો હતો. પરિવારમાં છ જેટલી દીક્ષાઓ થઈ છે. જમાં દાદા, માસી, મામા, ફુઈ, બહેન સહિતના સમાવેશ થાય છે. એક વર્ષ પહેલાં દીક્ષા લેવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ પરિવારની અનુમતિ લેવામાં આવી હતી. અને પરિવારે ખુશીથી દીક્ષા લેવા માટે અનુમતિ આપી હતી. ત્યારબાદ આચાર્ય પાસે દીક્ષાનું મુહૂર્ત આવ્યું અને આગામી ૧૯મીના રોજ સંયમના માર્ગે પ્રયાણ કરીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY