કેટલોગ બનાવતી કંપનીના ગ્રાહકોના ડેટા ચોરી કરતુ કૌભાંડ ઝડપાયું

0
8

સુરત,તા.૧૩
સરદાર માર્કેટની બાજુમાં ન્યૂ સરદાર ટ્રેડર્સ ખાતે ગ્રિન ચીલી એડવર્ટાઇઝિંગ પ્રા. લિ. કંપનીના સંચાલક રજત નિર્ભયકુમાર કેડિયાએ પુણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની કંપનીમાં કામ કરતા મિત પારેખને હરીફ કંપનીના સમીર ત્રિપાઠીએ ફોડી નાખ્યો હતો. જેથી આ કંપનીમાં જેવી કેટલોગની નવી ડિઝાઇન તૈયાર થાય તે મિત પારેખ તેના મોબાઇલ મારફતે સમીર ત્રિપાઠીને મોકલી આપતો હતો.
બન્યું એવું કે આ ડિઝાઇન પોતાની પાસે એક્સક્લુઝિવ હોવાની વાત લઈ જ્યારે રજત કોડિયાએ સાડીના વેપારી સાથે વાત કરી ત્યારે વેપારીએ એવું કહ્યું કે, આ ડિઝાઇન તો અન્ય જગ્યાએ પણ છે. પરિણામે આ કંપનીના વ્યવસાયને નુકસાન પહોંચતું હતું. જેથી કંપનીના સંચાલકે તેમને ત્યાં કામ કરતા પ્રત્યેક કર્મચારીના મોબાઇલ ફોન ચેક કર્યા હતા. જેમાં મિત પારેખના મોબાઇલમાંથી પીડીએફ ફાઇલ અન્ય મોબાઇલ પર મોકલાયેલી મળી હતી. તેની પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે તે પીડીએફ ફાઈલ સમીર ત્રિપાઠી, રૂપલ ત્રિપાઠી અને જેનીશ વૈદ્યને મોકલતો હતો. એક ડિઝાઇનના બદલામાં મિતને રૂ. ૫ હજાર મળતા હતા. વધુ તપાસ પોઇ એમ.વી. કિકાણી કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY