દુબઈ,તા.૧૪
ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાંથી મંગળવારે એક એવા સમાચાર આવ્યા જે સાંભળીને દરેક ભારતીય ગર્વનો અનુભવ કરશે. આઈસીસીએ ભારતની જીએસ લક્ષ્મીને પોતાના મેચ રેફરીની આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન આપ્યું છે. તે આ પેનલમાં સ્થાન મેળવનારી પ્રથમ મહિલા છે.
આઈસીસી તરફથી જણાવવામાં આવ્યું કે લક્ષ્મી તત્કાલ પ્રભાવથી આંતરરાષ્ટ્રીય મેચોમાં રેફરીની ભૂમિકા નિભાવવાને યોગ્ય થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસેક પુરૂષોના મેચમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ મહિલા બની હતી. આ કડીમાં જલ્દી લક્ષ્મી પુરૂષોના મેચમાં રેફરીની ભૂમિકા ભજવનારી પ્રથમ મહિલા બની શકે છે.
લક્ષ્મીએ નવી જવાબદારી મળવા પર કહ્યું, આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન મળવું મારા માટે મોટુ સન્માન છે. ક્રિકેટર અને રેફરી તરીકે મારૂ લાંબુ કરિયર રહ્યું છે. મેં બંન્ને ભૂમિકામાં મારા અનુભવનો સારો ઉપયોગ કર્યો છે. આ વિશેષ સન્માન માટે હું આઈસીસી અને બીસીસીઆઈનો આભાર વ્યક્ત કરુ છું. મારા વરિષ્ઠ સાથિઓ, પરિવારજનોએ મને ઘણો સાથ આપ્યો છે. લક્ષ્મીએ કહ્યું, ‘હું આશા કરુ છું કે મને મળેલી નવી ભૂમિકામાં હું તમામ આશાઓ પર સફળ થાવ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




