સુરત,તા.૩૦
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા રાજમંદિર પ્લાઝા ખાતે સ્પામાં છોકરાએ મસાજ કરનારી છોકરી સાથે શરીર સુખ માણવાની માંગ કરી હતી. જે અંગે સંચાલક દ્વારા શરીર સુખ માણવાની ના પાડતા ત્રણ બદમાશોએ તલવાર અને ચપ્પુ લઈ ધસી આવી સ્પા સેન્ટરમાં તોડફોડ કરી મુકી હતી. તેમજ સ્પા સંચાલકને મારમાર્યો હોવાની માહિતી સાંપડી રહી છે.આ સ્પાનું સંચાલન કરનાર સુમિત શશી રાજપુતે હૂમલાખોરો વિરૂધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સ્પાનું સંચાલન કરનાર સુમિત શશી રાજપુતે ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમના મિત્રનો એક મિત્રનું નામ પંકજ યુવરાજ પાતુળેનો મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો. ફોન પર તેણે સ્પા કામ કરી રહેલી છોકરી સાથે સેકસની માંગણી કરી હતી. જેથી સંચાલકે ના પાડી દેતા માથાકૂટ કરી હતી. આ બનાવ પછી પંકજ પાતુળે, બંટી કટારા અને બાબા નામના શખ્સો તલવાર અને ચપ્પુ લઈ સ્પા સેન્ટર ખાતે ધસી આવી સ્પામાં રહેલા સરસામાનની તોડફોડ કરી મુકી હતી અને સ્પામાં કામ કરી રહેલા ગોપીચંદ નામના યુવકને માથામાં બાઉલ મારી દીધુ હતું.
વધુમાં આ ત્રણેય શખ્સોએ સ્પા સેન્ટરમાં લાગેલા સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાંખવા સહિત હાર્ડકિસને પણ નુકસાન પહોંચાડયુ હોવાનું તેમણે ફરિયાદમાં જણાવેલ છે. હાલ તો આ માલે ઉમરા પોલીસે પંકજ યુવરાજ પાતુળે, બંટી કટારા અને બાબા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



