સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
4

સુરત,તા.૧૫
૧૪ વર્ષીય સગીરા મૂળ યુપીની અને અમદાવાદમાં ણીનગર ખાતે આવેલા વિનોબાભાવે નગરમાં રહે છે. પહેલાં પિતા માનસિક બિમાર હોવાથી ઘરેથી ક્યાંય ચાલી ગયા હતા. જેથી તેની માતા બીજા લગ્ન કર્યા હતા. પહેલાં પિતાની બે બહેનો છે. અને ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં માતા-સાવકા પિતા અને તેના બે સંતાનો સાથે રહે છે. માતા બહાર ગામ જતી ત્યારે તેના સાવકા પિતાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વારંવાર માતાની ગેરહાજરીમાં બંને બહેનો સાથે શારીરિક અડપલા કરતા હતા. જેથી કંટાળી ગયેલી સગીરા ગત રાત્રે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી.
સગીરાએ જણાવ્યું હતું કે, મુંબઈમાં તેના નાના-નાની પાસે જવાની ઈચ્છા હતા. જેથી ટ્રેનમાં મહિલાના ડબ્બામાં ચડી ગઈ હતી. દરમિયાન પિતાની હરકતો યાદ આવી જતા ટ્રેનમાં જ રડવા લાગી હતી. જેથી મહિલાના ડબ્બામાં રહેલી મહિલાઓએ સપોર્ટ કર્યો હતો. અને ૧૮૧ મહિલા હેલ્પલાઈનને જાણ કરી હતી. ત્યારબાદ સુરત સ્ટેશન આવતા સગીરાને ૧૮૧ની ટીમને સોંપી દેવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY