લંપટ બાપુના રિમાન્ડ પૂરા થતાં સબજેલમાં ધકેલાયો, ૧૧ લાખની ૩ કારો કબજે

0
14

સુરત,તા.૩૧
બીલીમોરાના દેસરાના લંપટ બાપુની કામલીલા સોશિયલ મીડિયામાં પ્રસરતા પોલીસે આ બાપુને જેલભેગો કરી ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસમાં સાપુતારાની હોટલના રજીસ્ટરને ચેક કરતા જણાયું હતું કે, આ બની બેઠેલો બાપુ ત્રણ વર્ષમાં ૨૨ યુવતીને કામલીલા આચરવા અહીં લઈ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ બાપુએ ઉપયોગમાં લીધેલી રૂ. ૧૧ લાખની કિંમતની ૩ કાર અને મોબાઈલ કબ્જે કર્યા છે.
બીલીમોરા પંથકના ચકચારી પ્રકરણ એવા શૈલેષ નાયકા (શૈલો બાપુ) દેસરા ખાતે તેના નિવાસસ્થાને અંધશ્રદ્ધાની દુકાન ચલાવતો હતો. આ બાપુ વાકચાતુર્યથી તેની પાસે પોતાના દુઃખડા લઈ આવતી યુવતીઓને મોહજાળમાં ફસાવતો અને કામવાસના સંતોષતો હતો. આ ગોરખધંધાની વીડિયો કિલપ ઉતારી તે પછીથી આ સ્ત્રીઓને ધમકાવી વારંવાર તેમની સાથે પાપાચાર આચરતો હતો. આ શૈલા બાપુની અંતરંગ પળોની વીડિયો કિલપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે ઘટના બાદ પોલીસે આ લંપટ શૈલેષ નાયકાને ઝડપી લીધો હતો. જેના પોલીસે ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં શૈલેષ નાયકા સાપુતારામાં એક હોટેલમાં વર્ષ ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮માં હોટેલના રજીસ્ટરમાં તેની અલગ અલગ એન્ટ્રી સાથે હોટેલમાં ૨૨ વખતની હાજરીના પુરાવા પોલીસે એકત્ર કર્યા હતા. અને દરેક વખતે તે તેની સાથે આવેલી સ્ત્રીઓને પોતાની પત્ની હોવાનો દાવો કરી હોટેલમાં પ્રવેશ મેળવતો હતો. તેની સાથે આવનાર મહિલાને મોઢું ઢાંકી લઈ જતો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY