કોંગ્રેસમાં સન્માન નહિં જળવાય તો જાહેર જીવન છોડીશ, પણ ભાજપમાં નહી જાઉ: માડમ

0
68

રાજકોટ, તા.૩
કોંગ્રેસમાંથી કુંવરજી બાળવીયાના રાજીનામા બાદ હવે નવા નામો રાજીનામા પક્ષ મોવડીઓને રાજીનામા ધરે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસમાં નારાજ ધારાસભ્યોની લાઈન લાગી છે. જેમાં જીવાભાઈ, પીરઝાદા, ઈન્દ્રનીલ રાજ્યગુરુના નામ પણ સામેલ છે. આ લિસ્ટમાં વધુ એક નામ છે વિક્રમ માડમ. પરંતુ પક્ષથી નારાજ વિક્રમ માડમે કુંવરજીના રાજીનામા બાદ મોટું નિવેદન આપ્યું છે.
જામનગરના કોંગ્રેસના નેતા વિક્રમ માડમે કુંવરજી બાવળીયાના રાજીનામા બાદ નિવેદન આપતા કહ્યુ કે, પક્ષમાંથી કોઈ પણ કાર્યકર પણ જાય તો ફરક પડે છે. આજે કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયા જતા સારા સાથીનો સાથ ગુમાવ્યાનું દુખ થાય છે. તો તેમણે પક્ષ છોડવાની બાબતે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, પક્ષ પ્રત્યેના ગમા-અણગમાં માટે પક્ષને જ જણાવીશ. પક્ષમાં સન્માન ન જળવાય તો જાહેર જીવન છોડી શકુ, પરંતુ બીજેપીમાં ક્યારેય નહી જાઉ. આમ વિક્રમ માડમે ભાજપમાં ન જોડાવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY