ઘરે ન જવાઈ ઈચ્છતી કિશોરીને ૧૮૧ મહિલા હેલ્પ લાઈને આશ્રય અપાવ્યો
સુરત, તા.૧૬
સુરત રેલવે સ્ટેશનથી એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનને કાલ કરી જણાવ્યું હતું કે, એક કિશોરી એકલી છે અને તેને મદદની જરૂર છે. જેથી કતારગામ પોલીસ સ્ટેશન ખાતે સ્થિત રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચી હતી. દિકરી સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવતા તે ખૂબ જ ગભરાયેલી હતી. તેણીએ જણાવ્યું કે, તેના પિતા તેને હેરાન કરે છે અને તેથી તે ઘરેથી ભાગી આવી છે. હવે મારે ઘરે જવું નથી તેથી તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો.
મિતા ગૌડ (નામ બદલેલ છે) મૂળ મહારાષ્ટ્રની વતની છે અને રોજગારી અર્થે અમદાવાદ સ્થાયી થયેલ છે. થોડા સમય પહેલાં મિતાના પિતાનું મૃત્યુ થતાં તેની માતા બીજા પુરુષ સાથે રહેવા લાગી હતી. મીતાની ઉંમર અંદાજે ૧૪ વર્ષની છે જ્યારે તેની નાની બહેન આઠ વર્ષની છે. થોડા સમય સુધી તેના સાવકા પિતાએ તેમની સાથે સારું વર્તન રાખ્યું ત્યાર બાદ મીતાની મમ્મી બહાર હોય ત્યારે તેને શારીરિક અડપલા કરતો અને શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતો હતો. પરંતુ મિતાને આવું વર્તન ગમતું ન હોવાથી તેનો વિરોધ કરતી રહી. ધણીવાર મમ્મી હાજર હોવા છતાં પણ તેના પિતા તેને પકડી રાખતા ત્યારે મીતાની મમ્મી કહેતી કે, તારા પપ્પા તને વહાલ કરે છે. પરંતુ મિતા જાણતી હતી કે, તેના સાવકા પિતાની નજર સારી નથી. દરરોજ અડપલાની ત્રાસી ગયેલી મીતાએ કોઈને પણ કહ્યા વિના ઘરમાંથી નાશી જઈ ટ્રેન દ્વારા અમદાવાદ થી સુરત આવી પહોંચી હતી.
સુરતમાં ક્યાં જવું તે સમજ ન પડતાં એક સજ્જન વ્યક્તિની નજરે પડી હતી જેથી આ સજ્જને યોગ્ય મદદ મળી રહે તે માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનને જાણકારી આપી હતી. શરૂઆતમાં ટીમ દ્વારા પૂછપરછમાં તેણે કોઈ જવાબ આપ્યો નહીં જેથી કાઉન્સિલર દ્વારા તેને ખૂબ જ આત્મીયતા સાથે મદદ કરવાની ખાત્રી આપતાં તેણે વિગતો જણાવી હતી. જેથી મિતાએ કહ્યું કે, અમદાવાદ જવું નથી. મારા સાવકા પિતા પણ મને ખૂબ જ હેરાન કરે છે જેથી ટીમ દ્વારા તેણીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી તપાસ હેઠળ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



