ન્યુ દિલ્હી,તા.૨૦
આગામી નવેમ્બર માસથી ટ્રકોની જેમ જ પર્યટક બસોને નેશનલ પરમિટ આપવાની નવી વ્યવસ્થા લાગુ થઈ જશે તેવી જાહેરાત કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયે કરી છે. આ પગલાંથી ટૂરિસ્ટ બસ ઉદ્યોગને ભારે ઉત્તેજન મળશે અને તેમાં વુધ્ધ આવશે.
ગયા અઠવાડિયે માર્ગ પરિવહન મંત્રાલયએ પર્યટક બસોને નેશનલ પરમિટ આપવા સંબંધિ મુસદ્દો જારી કરી દીધો હતો. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, એક મહિના સુધી સંબંધિતો પાસેથી સૂચનો અને ફરિયાદો માગવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટૂરિસ્ટ બસોને નેશનલ પરમિટ આપવાની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે.
૨૦૧૫થી જ આ માટે પ્રયાસો શરૂ થયા હતા પરંતુ તે સમયે નેશનલ પરમિટના દર સામાન્ય પર્યટક બસ પર ૫૦ હજારથી એક લાખ રૂપિયા અને લકઝરી બસ માટે ૧.૫ લાખ રૂપિયા તેમજ સુપર લકઝરી બસ માટે બે લાખ રૂપિયા રાખવામાં આવ્યા હતા.
જા કે, મહારાષ્ટ્રઅને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોએ આ દરોની સામે વાંધો લીધો હતો. નીતિન ગડકરીએ આ બધા રાજ્યો સાથે ચર્ચા કરી છે અને બધું ગોઠવાઈ ગયુંં છે અને નવેમ્બર માસથી પર્યટક બસોને નેશનલ પરમિટ આપવાની વ્યવસ્થા લાગુ થઈ જવાની છે.
બધા રાજ્યોમાં અલગ-અલગ ટેકસ છે અને વગર જાણકારીએ તેમાં વધારો થઈ જાય છે. જ્યારે તીર્થયાત્રાઓ, પર્યટક સ્થળો, ઐતિહાસિક સ્થળો માટેના ટૂરિસ્ટ ઓપરેટરો ત્રણ મહિના પહેલાં એડવાન્સ બુકિંગ કરે છે અને તેના માટે અસ્થિરતા બની રહે છે અને ઓપરેટરોને ખોટ ખાવી પડે છે. એ જ રીતે દરેક રાજ્યની સીમા પર ચલણ કપાવવા માટે ૨થી ૩ કલાક બગાડવા પડે છે પરંતુ નેશનલ પરમિટથી ટૂરિસ્ટ બસ ઉદ્યોગમાં જારદાર તેજી આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



