સુરત,તા.૧૬
સચિનમાં રાજ હોટલના માલિક પર મોડીરાત્રે કેટલાક અજાણ્યા ઈસમોએ હિંસક હુમલો કરી છરાના ૨૫થી વધુ ઘા માર્યા હતા. હુમલા બાદ બુમાબુમ થઈ જતા હુમલાખોરો ભાગી ગયા હતા. કારીગર વતન ચાલી જતા રામ ઇકબાલ સવારે હોટલ ખોલવાના ઇરાદે હોટલમાં જ સુઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ રામ ઇકબાલ પર થયેલા જીવલેણ હુમલા પાછળનું કોઈ કારણ બહાર ન આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.
સુનાઈલાબી (ઇજાગ્રસ્તની બહેન) એ જણાવ્યું હતું કે, તેઓ લગભગ ૧૦-૧૫ વર્ષથી સુરતમાં રહે છે અને ભાઈ રામ ઇકબાલ હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. બુધવારના રોજ હોટલના કારીગર પત્ની બીમાર હોવાથી વતન ચાલી ગયો હતો. જેને લઈ રામ ઇકબાલ બુધવારની રાત્રે ભત્રીજા ગોવિંદ સાથે હોટલમાં સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ૪ અજાણ્યા ઈસમો હોટલના પાછળના દરવાજેથી અંદર ઘૂસી રામ ઈકબાલને ઉંઘમાંથી જગાડી તેના પર ઉપરા ઉપરી છરાના ૨૫થી વધુ ઘા માર્યા હતા. રામ ઇકબાલ પર હુમલો પરિચિત વ્યક્તિએ જ કર્યો હોય એવી પરિવારે આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ આ હુમલા બાદ હુમલાખોરોનું પગેરું શોધવાની દિશામાં કામગીરી કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



