રેલવે સ્ટેશન પર ટીટીઓ દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન

0
10

મહારાષ્ટ્રમાં બનેલી ઘટના અંગે દેશભરમાં આંદોલન
સુરત, તા.૧૭
મહારાષ્ટ્રના દાનાપુર રેલવે સ્ટેશન પર આરપીએફ પોલીસ દ્વારા વગર ટીકીટે ફર્સ્ટ ક્લાસ એસીમાં મુસાફરો કરવા મુદ્દે ટીટી સાથે માથાકુટ થઈ હતી. જેમાં આરપીએફ જવાનોએ ટીટીને ટ્રેનમાંથી નીચે ઉતારી માર મારતા તેના પ્રત્યાઘાત રેલવે યુનિયનના ટીટી ઉપર પડ્યો હતો. પરિણામે સવારથી જ સુરત રેલવે સ્ટેશન સહિતના દેશભરના રેલવે સ્ટેશનો પર ફરજ બજાવતા ૩૫ હજારથી વધુ ટીટીએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરી સુરક્ષાની માંગ કરી છે.
રેલવે ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા માટે આરપીએફ જવાન તૈનાત હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં એસીવાળી ટ્રેનોમાં ફર્સ્ટ કલાસ ડબ્બામાં આરપીએફ જવાનો મુસાફરોની સીટો પર બેસી જઈ મુસાફરી કરતા હોય છે. પરિણામે ડબ્બામાં હાજર ટીટી દ્વારા તેમને સીટ પર ન બેસવા માટે કહેવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આરપીએફ જવાનો ટીટી સાથે માથાકુટ કરતા હતા. તાજેતરમાં જ મહારાષ્ટ્રના દાનાપુર ખાતે આરપીએફ જવાનો ટીકીટ વગર ર્ફ્સ્ટ એસીમાં મુસાફરી કરી રહ્યો હતો. જેને લઈને ટીટીએ ટીકીટ અંગે પૂછતા બોલાચાલી થઈ હતી. આરપીએફ જવાને ટીટીને ટ્રેનમાંથી નીચે ઉતારી ઢોર માર માર્યો હતો. જેથી ટીટીએ રેલવે પોલીસમાં ફરિયાદ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. ટીટી સાથે થયેલી મારમારીના વિરોધમાં રેલવે ઈન્ડિયન યુનિયનના ૩૫ હજારથી વધુ ટીટી કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો હતો. તમામ ટીટીઓએ કાળી પટ્ટી ધારણ કરી પોતા ની કામગીરી કરી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કર્યો હતો. ટીટીઓ માત્ર એક જ વાત કરી છે કે રેલવે ટ્રેનમાં ફરજ બજાવતા ટીટીઓને સરકાર સુરક્ષા આપે અને હાલ ટીટીને મારનાર આરપીએફ પોલીસ વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ પણ કરાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY