પોલીસે મૃતક બાળકની માતાની શોધ શરૂ કરી
સુરત, તા.૧૭
ઓલપાડ કરમલા ગામ ખાતે આવેલા એક ખેતર પાસે જન્મ છુપાવવાના ઈરાદે અજાણી એક મહિલાએ તાજા જન્મેલા બાળકને ત્યજી દઈ ફરાર થઈ ગયો હોવાનો બનાવ અોલપાડ પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૧૮ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિહારના વતની અને હાલમાં અમરોલી સ્વીટ હાઉસ ખાતે રહેતાં ક્રિષ્ણાનાથ તિવારીએ ઓલપાડ પોલીસ મથકમાં નોઁધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગતરોજ બપોરના સુમારે અજાણી એક મહિલાએ જન્મ છુપાવવાના હેતુથી તાજા જન્મેલા બાળકને ત્યજી દઈ ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ બાળકના મૃતદેહનો કબજા લઈ આઈપીસી ૩૧૮ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




