ફેક્ટરીના ટોયલેટમાંથી બે દિવસની મૃત બાળકી મળી આવતા ખળભળાટ

0
7

સુરત,તા.૧૭
ઓલપાડ તાલુકાના કરમલા ગામે ઓલપાડ સુરત રોડ પર આવેલ શબનમ પેટ્રોફિલ્સ પ્રા. લી નામની યાર્નની ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ક્રીશ્નાનાથ સુર્યનાથ તિવારી (ઉ.વ ૪૯) રહે સવિત હાઉસ અમરોલી જે ઓફિસે આવ્યા હતા. ત્યારબાદ સફાઈ કામદાર જીતુભાઈ તથા સ્ટોર ઇન્ચાર્જ સંદીપ સિંઘ આવીને કહેલું કે કંપનીના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ટોયલેટના ટબમાં બે દિવસની નવજાત બાળકી મરણ હાલતમાં પડેલી છે. ત્યારે મેનેજર ક્રીશ્નાનાથે રૂબરૂ જઈને ચોકસાઈ કર્યા બાદ કંપનીના માલિક સાદ વાદ બકરીવાલાને જાણ કરતા તેમના દ્વારા કંપનીમાં કામ કરતી તમામ મહિલાઓને નવજાત બાળકી બાબતે પૂછતા કોઈ સંતોષ કારક જવાબ ન મળ્યો ન હતો.
ઘટના બાબતે પોલીસને જાણ કરતા ઓલપાડ પોલીસના પી.એસ.ઈ બી.એચ.વાઘેલાએ ઘટના સ્થળે તપાસ કરી હતી. શબનમ ફેક્ટરીમાં આવેલા કોમન ટોયલેટના છેલ્લા ટોયલેટમાં કુદરતી હાજતે આવેલી કોઈ ગર્ભવતી મહિલાને કુદરતી હાજત વખતે મિસ ડીલવરી થઈ હોવાની શંકા છે. અને મિસ ડીલેવરીમાં નવજાત બાળકી ટોયલેટના ટબમાં પડેલ હોય અને તેને છુપાવવા સારું કોઈને કંઈ પણ જાતની જાણ કર્યા વિના નવજાત બાળકીને ટોયલેટના ટબમાં મરણ ગયેલ હાલતમાં મૂકી ચાલી ગઈ હોય શકે છે. પોલીસે એક અજાણી ગર્ભવતી મહિલા વિરુદ્ધ ઈ.પી.કો કલમ-૩૧૮ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY