જૂનાગઢ,તા.૧૫
કેશોદમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો હોઈ વેપારીઓમાં ભારોભાર રોષની લાગણી જાવા મળી રહી છે. તાજેતરમાં તડીપાર શખ્સે એક દુકાનમાં તોડફોડ કરી વેપારીને માર માર્યો હતો. જેને પગલે વેપારી મહામંડળ દ્વારા સોમવારે બંધનું એલાન આપવમાં આવ્યું હતું. જે અંતર્ગત આજે તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
કેશોદના શરદચોકમાં આવેલી હરસિધ્ધ પાનની દુકાનમાં શહેબાજ ગફાર મહિડાએ સતત બીજી વખત તોડફોડ કરતા વેપારી મહામંડળે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને બજારો સજ્જડ બંધ રાખી હતી. બીજી તરફ ભોગ બનનાર દુકાન માલીક અમિતભાઇ રમેશભાઇ બોરિયાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કૃત્ય કરનાર શખ્સે અગાઉ પણ ઘણા ગુના આચર્યા છે. અને તડીપાર હોવા છતાં કેશોદમાં છડેચોક રખડીને લોકો સાથે મારામારી કરે છે. ત્યારે આ શખ્સ વિરૂધ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




