સુરત એરપોર્ટ પર બનેલા કાર્ગો ટર્મિનલ પર સુરક્ષાના સાધનો મુકાશે

0
6

સુરત,તા.૧૮
સુરત એરપોર્ટનું કાર્ગો ટર્મિનલ તૈયાર થઈ જતાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સ ર્સિસેસ (એએઆઇસીએલએસ)ના ઇન્સ્પેક્શન બાદ તાજેતરમાં જ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિકિયુંરિટી (બીસીએએસ)એ સુરક્ષા ઇન્સ્પેક્શન કર્યું હતું.
બીસીએએસએ એરપોર્ટ ડિરેક્ટર એસ. કે. પાણિગ્રાહીને કાર્ગો ટર્મિનલમાં એક્સ-રે મશીન, સીસીટીવી સહિતના સુરક્ષાના સાધનો મૂકવા માટેના સૂચનો કર્યા છે. જેથી આ સુરક્ષાના સાધનો મૂકવા માટે ડિરેક્ટર એસ. કે. પાણિગ્રાહી એએઆઇસીએલએસ સાથે બેઠક કરશે. કાર્ગો ટર્મિનલ ૧૪ હજાર સ્ક્વેર ફૂટની જમીન પર બન્યું છે. જે ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોરનું બન્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર ૧૦,૮૦૦ સ્વેવર ફૂટ અને ફર્સ્ટ ફ્લોર ૩,૨૦૦ સ્કવેર ફૂટનો બન્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કોલ્ડ સ્ટોરેજ રૂમ, સૅન્સિટિવ કોર્ગો, કેરેજ અને ગુડ્‌સ તથા સ્ટ્રોંગ રૂમ બનાવાયા છે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર છ ઓફિસ બનાવાય છે. જેમાંની એક કાર્ગો ટર્મિનલ મેનેજરની અને અન્ય પાંચ ઓફિસ કાર્ગો એરલાઇન્સની હશે. એએઆઈસીએલએસ એરપોર્ટના કાર્ગો ટર્મિનલને ખાનગી કંપનીને સોપશે તેવી વાત એરપોર્ટ સૂત્રો પાસેથી જણાય આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY