સુરત, તા. ૨૦
કાપોદ્રા પોલીસે જુગાર રમતાં સાત જુગારીની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૦,૬૦૦ કબજે કર્યા હતા.
કાપોદ્રા પોલીસે બાતમીના આધારે કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા ભાઈલાલ ધીરૂ વાનાણી, નિલેષ ચોવટીયા, રાકેશ ચોવટીયા, નીકુંજ કાબરિયા, પરેશ પાથર, સતિષ ઉર્ફે ચકુડો ગોંડલિયા, જીગ્નેશ ભેંસાણિયાની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૦,૬૦૦ કબજે કર્યા હતા. કાપોદ્રા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધામ અન્વયે કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



