પલસાણા-નવસારી ટી રોડ તરફનો જુનો રેલવે ઓવરબ્રીજ તોડી પડાશે

0
9

બ્રીજ તોડી પાડી માલવાહક ટ્રેનો માટે નવા રૂટ તૈયાર કરાશે
સુરત, તા.૨૧

સુરત જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર શ્રી ધવલ પટેલે એક આખરી જાહેરનામા દ્વારા હજીરા પલસાણા તરફ જતા નેશનલ હાઈવેના મુખ્ય બે (એક તરફ જવાના તથા બીજી તરફ આવવાના) ગભેણીથી શરૂ થતા અને ભાટીયા ગામ તરફ જતા પુરા થતા રેલ્વે ઓવરબ્રીજ પસાર થાય છે. જે છ લેન છે. તેની બાજુમાં ઉન રોડ, સચીન જી.આઈ.ડી.સી. નાકા પાસેથી પલસાણા નવસારી ટી રોડ તરફ જતા, જુના રેલ્વે ઓવર બ્રીજ પસાર થાય છે. જે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના પ્રોજેકટ માટે ડ્ઢહ્લઝ્રઝ્રના અધિકારીના જણાવ્યાનુસાર નડતરૂપ હોય, તેને કાયમી તોડીને રેલ્વેની નવી માલવાહક ટ્રેનનો રૂટ, દિલ્હીથી મુંબઈ તરફ જતો માર્ગ બનાવવાનો થાય છે. જેથી રેલ્વે ઓવરબ્રીજ તોડતા, ત્યાંનો ટ્રાફિક સચીન-પલસાણા-નવસારી ટી રોડથી શરૂ થઈને સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન, સચીન જી.આઈ.ડી.સી. ગેટ નં.૨ પાસે પુરો થાય છે ત્યાં ડાયવર્ટ થનાર છે.
નોંધનીય છે કે, રેલ્વે મંત્રાલય દ્વારા સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ છે. હજીરા-પલસાણા તરફ જતા નેશનલ હાઈવેના મુખ્ય બે ગભેણીથી શરૂ થતા અને ભાટીયા ગામ તરફ જતા જતાં પૂરો થતો, રેલ્વે ઓવરબ્રીજ પસાર થાય છે. જે છ લેન છે. તેની બાજુમાં ઉન રોડ, સચીન જી.આઈ.ડી.સી નાકા પાસેથી, પલસાણા નવસારી ટી રોડ તરફ જતા, જુનો રેલ્વે ઓવરબ્રીજ પાર થાય છે. જે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના પ્રોજેક્ટ માટે ડ્ઢહ્લઝ્રઝ્ર ના અધિકારીના જણાવ્યા મુજબ નડતર રૂપ થતો હોય, તેને કાયમી તોડીને રેલ્વેની નવી માલવાહક ટ્રેનનો રૂટ, દિલ્હીથી મુંબઈ તરફ જતા માર્ગ બનાવવાનો થાય છે, આ રેલ્વે ઓવરબ્રીજ તોડતાં, ત્યાંનો ટ્રાફિક સચીન-પલસાણા- નવસારી ટી રોડથી શરૂ થઈને સચીન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન, સચીન જી.આઈ.ડી.સી.ગેટ નં-ર પાસે પૂરો થાય છે.ત્યાં ડાયવર્ટ થનાર છે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY