તા.૨૩’મીએ અઠવા ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી અપાશે નહીં
સુરત, તા.૨૧
સુરત મહાનગરપાલિકાનાં સરથાણા વોટર વર્કસ ખાતે ઈન્ટેકવેલ સાથે જળ શુદ્ધિકરણ પ્લાન્ટની નવી નાંખવામાં આવેલ પાઈપ લાઈનના જાડાણની તથા એચટી પેનલ બદલવાની અગત્યની કામગીરી તા.૨૨-૫-૨૦૧૯ બુધવારના રોજ હાથ ધરવામાં આવનાર છે. જેથી તા.૨૨-૫-૨૦૧૯ બુધવારનાં રોજ લાલ દરવાજા, રામપુરા, મહિધરપુરા, શાહપોર, નાણાવટ, ધાસ્તીપુરા, મુગલીસરા વગેરે વિસ્તાર સહિત સેન્ટ્રલ ઝોન સમગ્ર ઉત્તïર વિભાગમાં પાણી પુરવઠો આપી શકાશે નહીં તથા ડુંભાલ જળવિતરણ મથકથી સાંજે અપાતા સપલાયનો વિસ્તાર ડીંડોલી ટી.પી. ૪૦ અને ૪૧ પાર્ટ, નવાગામ ડીંડોલી તથા ગોડાદરા વિસ્તાર અને વરાછા ઝોનનો આયમાતા ચોક, મહેન્દ્ર પાર્ક, સુરભી સોસાયટી વગેરે તથા તેની આસપાસના વિસ્તાર સહિત લીંબાયત અને વરાછા પૈકીના વિસ્તારમાં પાણી પુરવઠો અવરોધાય-ઓછા પ્રેશરથી ઓછા જથ્થામાં મળવાની શક્યતા છે. તા.૨૩-૫-૨૦૧૯, ગુરૂવારના રોજ અઠવા ઝોનમાં સમાવિષ્ટ અલથાણ જળ વિતરણ મથક, વેસુ-૧ જળ વિતરણ મથકને સંલગ્ન વિસ્તારો, અલથાણ ન્યુ સિટીલાઈટ, ભટાર, ભીમરાડ, ખજાદ, સરસાણા, વેસુ, ભરથાણા તથા વેસુ-૨ જળ વિતરણ મથકને સંલગ્ન વિસ્તારો, વેસુ આભવા, મગદલ્લા, ભરથાણા, ડુમસ, ભીમપોર, સુલતાનાબાદ, ભીમરાડ, ડુમસ વગેરે વિસ્તારમાં પાણી પુરવઠો અવરોધાય અોછા પ્રેશરથી, ઓછા જથ્થામાં મોડો શરૂ થવાની શક્યતા છે. જેની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરિકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યક્ત કરવામાં આવે છે તથા નાગરિકોને સહકાર આપવા વિનંતી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



