સ્મશાન પાસે પરપ્રાંતીય યુવાનની હત્યા કરાતા ચકચાર મચી

0
67

રાજકોટ,તા.૨૧
રાજકોટ શહેરના જંગલેશ્વર મેઇન રોડ બાપુનગરના સ્મશાન પાસે મુળ યુપીના ૨૭ વર્ષના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ડાબા પગના ઢીંચણ પાછળના ભાગે છરી કે તિક્ષ્ણ હથીયારનો ઘા ઝીંકાયો હોવાનું જાવા મળ્યું હતું. આ યુવાનની હત્યા કોણે અને શા માટે કરી? તે જાણવા ભકિતનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર હુશેનભાઇ નામના જાગૃત નાગરિક રમઝાન મહિનો ચાલતો હોવાથી સવારે વહેલા ઉઠીને બાપુનગર સ્મશાન નજીકથી પસાર થઇ રહ્યા હતાં. ત્યારે સ્મશાનના ગેઇટ બહાર કેબીન પાસે બાંધેલા છાપરા નીચે એક યુવાન પડેલો દેખાતાં અને લોહીનું ખાબોચીયું જોવા મળતાં તેને પોલીસને જાણ કરી હતી. જેથી ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી આધાર કાર્ડ મળતાં તેનું નામ રામક્રિપાલ ભગીરથ બર્મા (પટેલ) (ઉ.૨૭) હોવાનું અને તે મુળ ઉત્તરપ્રદેશના ગોબરહા પોસ્ટ સિતઇ જંગલનો હોવાની માહિતી મળી હતી. આસપાસથી બીજા પરપ્રાંતિય મજૂરોને બોલાવી તપાસ કરાવતાં મૃતક યુવાન બાપુનગર પાસે આવેલા વે બ્રિજમાં નોકરી કરતો હોવાનું અને તે જંગલેશ્વર એકતા કોલોની-૫માં રૂમ પાર્ટનર સાથે રહેતો હોવાનું ખુલ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY