સુરત,તા.૨૧
સુરતના કતારગામ વિસ્તારમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કારમાં સવાર ૪ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. કારમાં આગ એટલી ભયાનક હતી કે, ફાયર બ્રિગેડનો કાફલો પહોંચે તે પહેલા બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ ન થયાના અહેવાલ મળી રહ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ વિસ્તારના મિનાક્ષીવાડી પાસે મોડી રાત્રે એક કારમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે કાર રોડ પર દોડી રહી હતી. જેના પગલે ગાડીમાં સવાર ચાર લોકો બહાર નીકળી ગયા હતા, જેમનો બચાવ થયો છે. જ્યારે ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું ભેગું થઇ ગયું અને આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે, શોટ સર્કિટને લીધે ગાડીમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





