બે સુરતી બહેનોએ વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટને સર કર્યો

0
24

સુરત,તા.૨૨
વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને સુરતની બે બહેનોએ સર કરીને ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ઉદ્યોગ સિવાય એડવેન્ચરમાં ગુજરાતી સાહસી ન હોવાની વાતને અનુજા અદિતી વૈદ્યએ તોડીને નવો કિર્તીમાન સર કર્યો છે. વિશ્વભરના ૧૪ પર્વતારોહકો અને ૨૫ શેરપાની સાથે અદિતી અને અનુજાએ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ગુજરાત સાથે સુરતને ગર્વ અપાવ્યું છે.
સુરતની અદિતી વૈદ્ય (ઉ.વ.આ૨૫) અને અનુજા વૈદ્ય(ઉ.વ.આ.૨૧)ના ૩૦મી માર્ચના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પરથી જ્યારે ટીમ રવાના થઇ હતી. જે ૨૨મી મેના રોજ એવરેસ્ટ સર કરી લીધો હતો. આ અંગે વિગતો આપતા ડો. આનંદ વૈદ્યએ જણાવ્યું હતું કે, તેમની બે પુત્રીઓ અદિતી વૈદ્ય (ઉ.વર્ષ ૨૫) તેમજ અનુજા વૈદ્ય (ઉ.વર્ષ ૨૧)એ બુધવારે સવારે પાંચ વાગ્યે ૨૯ હજાર ફૂટ ઊંચાઈએ આવેલા હિમાલયના માઉન્ટ એવરેસ્ટ ઉપર તીરંગો લહેરાવીને એવરેસ્ટ શિખર સર કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY