વર્લ્ડના બોલરો મારાથી ડરે તેમાં મને મજા આવે છે : ક્રિસ ગેઈલ

0
3

જમૈકા,તા.૨૨
વેસ્ટ ઇન્ડીઝના આક્રમક બેટ્‌સમેન ક્રિસ ગેઈલેના મતે દુનિયાભરના બોલરો મારાથી ડરે છે પણ કેમેરા સામે કબુલ કરશે નહીં. કેમેરો હટતા જ આ બોલરો કહેશે ‘આ જ છે તે, આ જ છે તે’. ગેઈલ પોતાનો પાંચમો વર્લ્ડ કપ રમી રહ્યો છે. તે વર્લ્ડ કપ ૨૦૧૯ની વેસ્ટ ઇન્ડીઝ ટીમમાં સૌથી અનુભવી ખેલાડી છે.
ગેઈલે ઓસ્ટ્રેલિયાની એક વેબસાઇટને કહ્યું હતું કે હવે આ પહેલા જેટલું આસાન નથી જ્યારે હું ચુસ્ત હતો. જાકે બોલરોને ખબર છે કે યૂનિવર્સ બોસ શું કરી શકે છે. તેના મગજમાં એ હોય છે કે તે ક્રિકેટનો સૌથી ખતરનાક બેટ્‌સમેન છે.
શું કોઈ વિરોધી ટીમ હજુ પણ તમારાથી ડરે છે. તેના જવાબમાં ગેઈલે કહ્યું હતું કે તમને ખબર નથી. તમે તેમને પુછો. કેમેરા પર પુછો તો કેમેરા ઉપર તે કહેશે નહીં પણ કેમેરો હટતા જ કહેશે કે તે મારાથી ડરે છે. ગેઈલે કહ્યું હતું કે મને તેમાં મજા આવે છે. મને ફાસ્ટ બોલરોનો સામનો કરવાની હંમેશા મજા આવે છે. તેનાથી મને બેટિંગ કરવાની પ્રેરણા મળે છે. મને આવા પડકારો પસંદ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY