સુરત,તા.૧
સુરત મ.ન.પા.ની શિક્ષણ સમિતિની પરીક્ષામાં વિવાદ થયો છે. ધો.૮ના ૮ હજાર વિદ્યાર્થીઓની જનરલ નોલેજની પરીક્ષામાં મોટાભાગના પ્રશ્નો મોદી સરકારની યોજનાના પુછાયા છે. પરીક્ષામાં ૨૦ પ્રશ્નો પૈકી ૧૨ પ્રશ્નો સરકારની યોજનાના પુછાતા વિવાદ થયો છે.
કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ વિરોધ નોંધાવ્યો છે. અસલમ સાયરલવાલાએ જણાવ્યું હતુ કે આ પબ્લિસિટીની પરાકાષ્ઠા છે. સામાન્ય જ્ઞાન એટલે મોદી સરકારની યોજનાઓ. ઉજ્જવલા, જનધન, ઉડાન, ઉજાલા યોજનાના પ્રશ્નો હતા.
સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા લેવાયેલી પરીક્ષામાં સવાલ પર બબાલ થઇ છે. શાળામાં લેવાયેલી જનરલ નોલેજની પરીક્ષામાં મોટા ભાગના પ્રશ્નનો મોદી સરકારની યોજનાઓ વિષે પૂછવામાં આવ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેની વિવાદાસ્પદ કામગીરી માટે શહેરમાં બદનામ છે. જેથી હવે સરકારી શાળામાં ધોરણ ૮માં અભિયાસ કરતા ૮ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી છે. જેમાં પ્રશ્નપત્રમાં ૨૦ પૈકી ૧૨ સવાલ મોદી સરકારની યોજનાઓના હતા.
પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના, જનધન યોજના, શુકન્યા સમૃધ્ધિ યોજના, ઉડાન યોજના, ઉજાલા યોજના આ વગેરે યોજનાઓના સવાલ પૂછવામાં આવ્યા છે. જેથી કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા આ મામલે વિરોધ નોંધવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



